VIDEO/Ahmedabad ના મણિનગર અને LG હોસ્પિટલ પાસે મસમોટા ભુવો પડ્યો
સોર્સ : gstv
સ્માર્ટ સિટી અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા દિવસોમાં મણીનગર અને એલજી હોસ્પિટલ પાસે ફરી ભુવા પડ્યા છે. ભુવા પડતાની સાથે જ તંત્ર દ્વારા તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. જોકે, ઉનાળામાં જ આવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ચોમાસામાં કેવી કેટલી મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે, તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો છે. નાગરિકોનું કહેવું છે કે સ્માર્ટ સિટીના વિકાસકામો દરમિયાન ભૂગર્ભ પાઇપલાઇન અને ડ્રેનેજ વ્યવસ્થાની અવ્યવસ્થાને કારણે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે

