VIDEO: રાજ્યમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે, જુઓ હવામાન વિભાગની આગાહી
VIDEO: ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. જે આગામી 7 દિવસ તાપમાન અને વાતાવણ યથાવત્ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પૂર્વ દિશામાં પવન ફુંકાતા ઠંડી ચાલુ રહેશે. જો કે, દિવસના સમયે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ છે. પરંતુ તેજ પવનને લીધે વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગત 24 કલાકમાં કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું.
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડી પડવાની શરૂ થઈ છે. આ વર્ષે ઠંડી મોડી શરૂ થઈ છે પરંતુ એકંદરે સારી રીતે ઠંડી પડી રહી છે. જો કે, ડિસેમ્બર મહિનો શરૂ થયાને 5 દિવસ થયા છે જેથી કડકડતી ઠંડી સતત વધી રહી છે. જો કે, આગામી દિવસોમાં હજી ઠંડી વધવાની છે. પૂર્વ દિશામાં પવન ફુંકાતા ઠંડી પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતા 7 દિવસ રાજ્યમાં તાપમાન અને વાતાવરણ યથાવત્ રહેશે. પવન વધુ ફુંકાતા વહેલી સવારે ઠંડી વધુ અનુભવાઈ રહી છે.
ગુજરાતમાં આગામી 7 ડિસેમ્બર સુધી મધ્યમ ઠંડી રહેશે. ત્યારબાદ 7 દિવસ સુધી ઠંડીમાં કોઈ વધારો થશે નહીં. ત્યારબાદ ઠંડી વધુ પડશે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ થશે.

