Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Heavy rain lashed the city since late last night

VIDEO: ગત મોડી રાતથી શહેરમાં 2.5 ઈંચ વરસાદ, નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં ઘણાં દિવસોથી હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની ભારે વરસાદ આગાહી વચ્ચે અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇવે, શિવરંજની, થલતેજ, શીલજ, બોપલ, ઇસનપુર, સીટીએમ, અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. બીજી તરફ રવિવારે (27મી જુલાઈ) છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.

App Store

 સરસપુર વોર્ડના રોઝા પાસે પાણી ભરાયા

અમદાવાદનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના સરસપુર વોર્ડના રોઝા પાસે પાણી ભરાયા હતા. એક જ સ્થળ પર વાંરવાર પાણી ભરાય છે છત્તાં કોઈ પણ નિકાલની સ્થિતિ ન થતાં સ્થાનિકો પરેશાન બન્યા છે. 

છ જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, રવિવારે (27મી જુલાઈ) સવારે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદના આ વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ 

જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, કાલુપુર, ઇન્કમટેક્સ, શાહપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, અને ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.