Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Megh Meher in Aravalli, 6.5 inches of rain in Modasa and 4.5 inches in Dhansura, low-lying areas submerged

VIDEO: સાબરકાંઠાના અરવલ્લીમાં મેઘ મહેર, મોડાસામાં 6.5 ઈચ તો ધનસુરામાં 4.5 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તાર જળમગ્ન

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં છેલ્લા  ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદ વરસ્યો છે. મોડાસામાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે.  અરવલ્લી જિલ્લામાં, ખાસ કરીને મોડાસા, માલપુર, બાયડ અને ધનસુરા જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે,

App Store

શ્રાવણ માસની શરૂઆત સાથે ગુજરતામાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. સાબરકાંઠાના જિલ્લામાં તલોદમાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પ્રાંતિજમાં 4 ઈંચ અને હિંમતનગરમાં 2 ઈંચ વરસાદ છે. ભારે વરસાદથી રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાંતિજમાં 4 ઈંચ અને હિંમતનગરમાં 2 ઈંચ વરસાદ છે. ભારે વરસાદથી રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

મોડાસામાં સૌથી વધુ 6.5 ઈંચ

મોડાસામાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ નોંધાયો, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, અને રસ્તાઓ પર ઘૂંટણસમું પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અરવલ્લીમાં છેલ્લા 12 કલાકમાં મોડાસામાં 6.5 ઈંચ, ધનસુરામાં 4 ઈંચ, માલપુરામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. 

મોડાસા અને ધનસુરામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે રોજિંદા જીવનમાં વિક્ષેપ સર્જાયો છે. હવામાન વિભાગે 27 જુલાઈ 2025 માટે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

28મી જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

ટોપિક્સ:gstvgujaratrainsabarkantha