VIDEO: અમદાવાદમાં ભુવો પડવાનો સિલસિલો યથાવત્, નારણપુરામાં ભુવો પડતા તંત્રએ બેરેકેડ મૂક્યાં
સોર્સ : gstv
VIDEO: અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ચોમાસું બેસી ગયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત્ છે. અમદાવાદમાં ચોમાસું હોય કે ન હોય પરંતુ રસ્તા પર ભુવો પડતો હોય છે. આ વખતે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમા પાસે રસ્તા વચ્ચે મસમોટો ભુવો પડયો હતો. જેને લઈ તંત્રએ બેરિકેટિંગ કરી ભુવાને કોર્ડન કરી દીધો હતો.
જેથી રાહદારી અને વાહનચાલક ભુવામાં ન ખાબકે. એએમસી તંત્ર ભુવા બાદ કાર્યવાહી કરે છે, પરંતુ રોડ-રસ્તાની કામગીરી દરમ્યાન પુરાણ અને સામગ્રી પૂરતા પ્રમાણમાં વપરાશ થાય તો ચોમાસામાં કે અન્ય સમયે આવી સ્થિતિનું નિર્માણ ન થાય

