Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: DGP and Municipal Commissioner conduct joint inspection in Ahmedabad to ease traffic problems

VIDEO: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તંત્ર એક્શનમાં, DGP અને મનપા કમિશનરે કર્યું સંયુક્ત નિરીક્ષણ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિકના પ્રશ્નને લઈને પોલીસ અને મનપા તંત્ર સક્રિય બન્યું છે. રાજ્યના ડીજીપી જી.એસ. મલિક અને અમદાવાદ મનપા કમિશનરે આજે એસ.જી. હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થાનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. પેલેડિયમ મોલ ચાર રસ્તાથી વૈષ્ણવદેવી સર્કલ સુધી ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પેલેડિયમ મોલ ક્રોસ રોડ પર ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે બંધ કરાયેલા કટની અસરનું પણ મૂલ્યાંકન કરાયું. અધિકારીઓએ કારગીલ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વાહનવ્યવહારની સ્થિતિનો અભ્યાસ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

App Store