Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Decision to narrow road and build footpath in Navrangpura, Ahmedabad, in controversy

VIDEO: અમદાવાદના નવરંગપુરામાં રોડ સાંકડો કરી ફૂટપાથ બનાવવાનો નિર્ણય વિવાદમાં

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રોડ સાંકડો કરી નવી ફૂટપાથ બનાવવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખળી તરફ જતા માર્ગ પર રોડની પહોળાઈ ઘટાડવામાં આવી રહી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. શહેરમાં સતત વધી રહેલા ટ્રાફિક વચ્ચે AMCનો આ નિર્ણય કેટલો યોગ્ય છે તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ ઊંચો કરાતા ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે. લેન્ડમાર્ક કોમ્પ્લેક્સના રહીશોને પાર્કિંગની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વોટર અને ડ્રેનેજ જોડાણોને પણ નુકસાન પહોંચ્યાના આક્ષેપ સાથે સ્થાનિકોએ તાત્કાલિક ઉકેલની માંગ કરી છે.

App Store