Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Congress alleges that the government has stolen Rs 30 lakh crore from citizens by increasing petrol prices in 11 years

VIDEO: પેટ્રોલના 11 વર્ષમાં ભાવ વધારી સરકારે નાગરિકોના 30 લાખ કરોડ ખંખેર્યાનો કોંગ્રેસનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: કોંગ્રેસના રાહુલ ગાંધી જ્યારે જૂનાગઢના પ્રવાસે છે ત્યારે ગુજરાત કોંગ્રેસે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર વાક્ પ્રહારો કર્યા હતા. રિન્યુએબલ એનર્જીને લઈને સરકારના રિપોર્ટ સામે કોંગ્રેસને પ્રહારો કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા હીરેન બેન્કરે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારને આડે હાથ લીધી હતી. આ પત્રકાર પરિષદમાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે છેલ્લા 11 વર્ષમાં પેટ્રોલના ભાવ વધારી નાગરિકો પાસેથી 30 લાખ કરોડ ખંખેરી લીધા છે.

App Store

આ ઉપરાંત ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ડેક્સનાં રિપોર્ટમાં ગુજરાત દેશમાં 16માં ક્રમે આવે છે. રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ગુજરાત દેશમાં 12માં ક્રમાંકે આવે છે. EV ચાર્જિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 18માં ક્રમાંકે આવે છે. કોમર્શિયલ વ્હીકલમાં ગુજરાતની સ્થિતિ 27માં ક્રમે આવે છે. જેથી રિન્યુએબલ એનર્જી સામે કેન્દ્રના રિપોર્ટમાં ગુજરાતની જ પોલ ખુલી જવા પામી છે. એક વર્ષમાં 1 કરોડ 75 લાખ વ્હીકલ રજીસ્ટાર થયા છે જેની સામે વિદ્યાર્થીઓને 7923 વ્હીકલ આપવામાં આવ્યા છે.