VIDEO: અમદાવાદમાં અસલાલીમાં વેપારીનો ડ્રાઈવર રૂપિયાનો થેલો લઈ ફરાર, CCTVમાં કેદ થઈ ચોરી
સોર્સ : gstv
ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં અસલાલીમાં વેપારીની કારમાંથી 5 લાખની રોકડ ભરેલી બેગ લઈ ડ્રાઈવર દશરથ બારોટ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેમેરામાં રેકોર્ડ થયો હતો.
આરોપી રૂપિયાનો થેલો લઈને થયો ફરાર
ઘટનામાં આરોપી દશરથે બેગ અન્ય વાહનમાં મૂકીને ભાગી જતા જોવા મળ્યો... વેપારી સાથે 7 મહિનાથી ડ્રાઇવર તરીકે કામ કરતો દશરથ દેવામાં ફસાતાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.... અસલાલી પોલીસે સીસીટીવી તપાસના આધારે આરોપીની ધરપકડ કરી છે..

