VIDEO: અમદાવાદ- જુહાપુરામાં ફ્રીજના ગોડાઉનમાં રૂપિયા 20 લાખની ચોરી, પતરા તોડીને ઘટનાને આપ્યો અંજામ
સોર્સ : gstv
અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં આવેલા ફ્રીજના ગોડાઉનના પતરા તોડીને ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ ફ્રીજના ગોડાઉનના પતરા તોડીને અંદર પ્રવેશી રૂપિયા 20 લાખની રોકડની ચોરી કરી હતી. ચોરીની આ ઘટનાને અંજામ આપતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. વેજલપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. લોકોના મતે તહેવારોમાં સ્થાનિક પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા હતા.

