Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Bullying in GIDC by 'Satya Gang' in Ahmedabad, father and son attacked with pipes and sticks in rent dispute

VIDEO: અમદાવાદમાં ‘સત્યા ગેંગ’ની વટવા GIDCમાં દાદાગીરી, ભાડાના વિવાદમાં પિતા-પુત્ર પર પાઈપ અને લાકડીઓથી હુમલો

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગેંગવૉર અને અસામાજિક તત્વોનો ફફડાટ જોવા મળી રહ્યો છે. અમરાઈવાડીની કુખ્યાત 'સત્યા ગેંગ' એ હવે વટવા જીઆઈડીસી અને હાથીજણ વિસ્તારમાં પોતાનો આતંક ફેલાવ્યો છે. કમ્પ્યૂટર ક્લાસ ચલાવતા એક નિર્દોષ યુવક અને તેના પિતા પર ગત રાત્રિના સમયે જીવલેણ હુમલો કરી આ ગેંગે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડાડ્યાં છે.

App Store

શું હતો સમગ્ર વિવાદ? 
મળતી માહિતી અનુસાર, અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ભોગ બનનાર યુવક અને તેના પિતાએ થોડા મહિનાઓ પહેલા સત્યા નામના શખ્સની દુકાન કમ્પ્યૂટર ક્લાસ ચલાવવા માટે ભાડે રાખી હતી. દુકાન જર્જરિત હોવાથી ભાડુઆતે તેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી સમારકામ કરાવ્યું હતું. આ ખર્ચની રકમ ભાડા પેટે મજરે (સરભર) કરવાનું કહેતા મકાનમાલિક સત્યા અને ભાડુઆત વચ્ચે મામલો બિચક્યો હતો.

દારૂના દરોડાની અદાવતમાં હુમલો 
આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે થોડા સમય પહેલા સત્યાના અડ્ડા પર પોલીસે વિદેશી દારૂ અંગે રેડ કરી હતી. સત્યાને શંકા હતી કે આ બાતમી કમ્પ્યૂટર ક્લાસ ચલાવતા યુવકે આપી છે. આ જૂની અદાવત અને ભાડાના વિવાદનો ખાર રાખીને ગઈકાલે મોડી રાત્રે સત્યા તેના ભાઈ અને અન્ય સાગરિતો સાથે હાથીજણ વિસ્તારમાં આવેલા યુવકના ફ્લેટ પર તૂટી પડ્યા હતા. અને માર માર્યો હતો.

CCTVમાં કેદ થયો આતંક 
હુમલાખોરો લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે સજ્જ થઈને આવ્યા હતા. તેઓએ યુવકના પિતા પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. ફ્લેટની નીચે આવેલી દુકાનોનાં CCTV કૅમેરામાં આ આખી ઘટના કેદ થઈ ગઈ છે, જેમાં ગેંગના સાગરિતો ખુલ્લેઆમ આતંક મચાવતા જોઈ શકાય છે.

પોલીસની કામગીરી સામે સવાલ 
આટલી ગંભીર ઘટના હોવા છતાં, સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પીડિત પરિવારે સવાલો ઉઠાવ્યા છે. આક્ષેપ છે કે પોલીસે માત્ર અરજી લઈને સંતોષ માન્યો છે અને હજુ સુધી કુખ્યાત સત્યા ગેંગના સભ્યો સામે કડક કાર્યવાહી કરી નથી, જેના કારણે વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છે.