Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO/ Another video of hooliganism by anti-social elements

VIDEO/ અમદાવાદમાં અસામાજિક તત્વોની ગુંડાગર્દીનો વધુ એક વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં અસામાજિક તત્વોની ગુંડાગર્દીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસ વાનમાં બેઠેલા પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક થતી જોવા મળી રહી છે. આ ઘટના નરોડા પાટિયા વિસ્તારની હોવાનું અનુમાન છે. વીડિયોમાં અસામાજિક તત્વો દ્વારા પોલીસની હાજરીમાં જ હંગામો કરાતો દેખાય છે, જેના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. કડક કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસ વાન ઘટનાસ્થળેથી રવાના થઈ હોવાનું પણ સામે આવ્યું છે. વીડિયોમાં દેખાતું સરકારી વાહન નરોડા પોલીસ સ્ટેશનનું નથી તેવી માહિતી મળી છે. સમગ્ર મામલે નરોડા પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને અન્ય સ્ત્રોતોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

App Store