VIDEO: સુરતમાંથી નકલી ચલણી નોટો સાથે વધુ એક આરોપી તાહિર ઉર્ફે કાલુ શેખની ધરપકડ
VIDEO: ગુજરાત ATSએ તાજેતરમાં ભારતીય બનાવટી ચલણી નોટો સાથે 22 જુલાઈએ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતા આરોપીની ઓળખ સામે આવી હતી. આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આ આરોપી પાસેથી 1,59,000ની ભારતીય બનાવટી ચલણી નોટો મળી આવી હતી. પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી સુરતના માંકણા ગામ ખાતે રહેતો હતો. આ કેસમાં ગુજરાત એટીએસને સફળતા મળી છે.
બનાવટી નોટોના કેસમાં સંકળાયેલા વધુ એક આરોપી તાહિર ઉર્ફે કાલુ શેખની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી નકલી 319 ભારતીય બનાવટી નોટો મળી આવી હતી. આ તમામ નોટો 500ના દરની હતી. આ ગુનામાં વોન્ટેડ હતો અને પશ્ચિમ બંગાળ ખાતેથી કાલુ શેખને સકંજામાં લેવામાં આવ્યો છે.
ભારતીય બનાવટી ચલણી નોટો પશ્ચીમ બંગાળ ખાતેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. પરંતુ 500ના દરની બનાવટી ચલણી નોટો બજારમાં અસલી નોટ તરીકે ચલણમાં ફરતી કરવામાં માટે લાવ્યો હતો. જેથી ભારતીય અર્થતત્રને ખોખલું કરવાના ઈરાદે લઇ આવ્યો હોય તેવી વાત સામે આવી રહી છે.

