VIDEO: AMCએ સ્વચ્છ જળ મળી રહે તે માટે પાણીની ટાંકીઓનું સફાઈ અભિયાન શરૂ કર્યું, વિશેષ ટીમ કરી તૈયાર
સોર્સ : gstv
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં આવેલ સ્કાઉટ ભવન અને ફતેહપુરા જળ વિતરણ મથકમાં પાણીની ટાંકીઓની વિશેષ સફાઈ અને જંતુનાશક પ્રક્રિયા કરવામાં આવી છે. આ કાર્યમાં વિશેષ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં ટાંકીઓ ખાલી કરીને અંદરની દિવાલો તથા તળિયાની મશીન અને બ્રશથી સઘન સફાઈ કરાઈ. ત્યારબાદ જંતુનાશક દ્રાવણથી ડિસઇન્ફેક્શન કરીને શુદ્ધ પાણીથી ટાંકીઓ ફરી ભરવામાં આવી. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ નમૂનાઓની તપાસ પણ કરવામાં આવી હતી.

