VIDEO: અમદાવાદ-રાજકોટ હાઇવે પર પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી ઉઘરાણી થતી હોવાના આક્ષેપો
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી ઉઘરાણી થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. બામણબોર બાયપાસ રોડ ઉપર સરકારી ઇનોવા કારમાં બેઠેલી પોલીસ વાહનચાલકોને ઊભા રાખી રૂપિયા માંગતી હોવાનો વિડિયો વાયરલ થયો છે. જણાવ્યા મુજબ પહેલા ત્રણ હજાર રૂપિયા માંગવામાં આવે છે અને બાદમાં 500 લઈને છોડી દેવામાં આવે છે. વાહનચાલકોએ સ્ટિંગ ઓપરેશન કરી આ સમગ્ર મામલો બહાર લાવ્યો છે. ચોટીલા યાત્રાધામ હોવાને કારણે અહીંથી રોજ હજારો વાહનો પસાર થાય છે. ટ્રાફિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે અને તપાસની માંગ થઈ રહી છે.

