Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: AHMEDABAD: Rath Yatra to Asadhi, Dave family gets benefit of doing God's business

VIDEO: અમદાવાદ: અષાઢી બીજે રથયાત્રા, દવે પરિવારને મળ્યું ભગવાનનું મામેરું કરવાનો લાભ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાનું સૌભાગ્ય ગુરુકુળ વિસ્તારમાં રહેતા દવે પરિવારને પ્રાપ્ત થયું છે, જેને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો છે. મામેરાની તૈયારીઓ વિશે જણાવતા પરિવારે કહ્યું કે, આ વખતે ભગવાનના વાઘા, ઘરેણાં અને અન્ય સામગ્રીમાં 'મોરપીંછ'ની થીમ રાખવામાં આવી છે. ખાસ કરીને ભગવાનના વાઘા માટેનું કાપડ મથુરાથી મંગાવવામાં આવ્યું છે, જેના પર ખૂબ જ આકર્ષક અને ભવ્ય ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. ભાવિકોમાં ભગવાનના આ અલૌકિક શણગારને નિહાળવા ભારે આતુરતા જોવા મળી રહી છે.

App Store