VIDEO: અમદાવાદ: નવરંગપુરા ફૂટપાથ વિવાદ , મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને લીધી સ્થળ મુલાકાત
સોર્સ : GSTV
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રોડ કરતા મોટી ફૂટપાથ બનાવવાના મુદ્દે વિવાદ વધુ ગરમાયો છે. સ્થાનિક રહીશોના વિરોધ વચ્ચે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને AMCના અન્ય હોદ્દેદારોએ સ્થળ મુલાકાત લઈ લોકોની રજૂઆતો સાંભળી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ સાંકડો થતાં ટ્રાફિકની સમસ્યા વધશે તેમજ ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. પાર્કિંગની સમસ્યા અને વોટર-ડ્રેનેજ લાઈનને થયેલા નુકસાનને લઈને પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રોડની પહોળાઈ પ્રમાણે યોગ્ય ફૂટપાથ તૈયાર કરવામાં આવશે અને રજૂઆતોનો વિચાર કરવામાં આવશે.

