VIDEO: AMCની બેદરકારીએ કુબેરનગરમાં ગટરના ખાડામાં ખાબકતા એક્ટિવાચાલકનું મોત
VIDEO: અમદાવાદ શહેરમાં ફરી એકવાર એએમસી તંત્રની બેદરકારીએ આધેડનું મોત થયું હતું. કુબેરનગરના એ વોર્ડ ન્યૂ બંગલા એરિયામાં રોડ પર આવેલી ગટરની ચેમ્બરના ખાડામાં એક્ટિવાચાલક પટકાયો હતો. જે બાદ એક્ટિવાચાલકને બ્રેઈન હેમરેજ થતા સારવાર દરમ્યાન મોત થયું હતું.
આ સમગ્ર ઘટનાનો સીસીટીવી સામે આવ્યો હતો. જેમાં રાત્રિના સમયે એક્ટિવાચાલ રોડ પર ગટરના ખાડામાં પટકાયો હતો. જેના લીધે વ્યકિતને ઘટનાસ્થળે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ગત 26 નવેમ્બરના રોજ રાત્રિના સવા 10 કલાકે બની હતી. અહીં આરસીસી રોડ પર કામ થઈ રહ્યું હતું ત્યાર બાદ ગટરની ચેમ્બર તૂટી ગઈ હતી જેનું રિપેરિંગ થઈ રહ્યું જેથી ત્યાં ખાડા રહી ગયો અને રાત્રિ દરમિયાન એક્ટિવી ચાલક કાબૂ ગુમાવતા જમીન પર પટકાયો હતો અને બ્રેઈન હેમરેજ થતા સારવાર દરમાયુ મોત થયું હતું. જો કે, આ મોત શંકાસ્પદ છે. કારણ કે, મોત બાદ પરિવારે પીએમ કરવાની ના પાડી હતી જે શંકા ઉદભવે છે. જો કે. ખાડામાં પટકાયા બાદ આધેડનું મોત થયું હતું.

