VIDEO: જવેલર્સ શો-રૂમમાં નોકરી કરતા શખ્સે 12.54 કરોડની છેતરપિંડી આચરી, અન્ય 1ની અટકાયત
VIDEO: અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી R.S ઝવેરીના શો-રૂમમાં નોકરી કરતા એકાઉન્ટ હૅડ રવિ વસંત રામી સામે 10 વર્ષ સુધી સ્ટોકમાં ફેરફાર કરી સોનું સેરવી લઈને નોકરી દરમ્યાન 12.54 કરોડની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ બાદ જવેલર્સને ત્યાં ગ્રાહકો સોનું અને ચાંદી વેચવા આવે ત્યારે આરોપી રવિ વસંત રામી દાગીનાનું માર્જિન ઓછું બતાવી છેતરપિંડી કરતો હતો.
આ ઉપરાંત આરોપી પત્નીના નામે ખોટી રીતે પગાર પણ મેળવ્યો હતો. આરોપીએ વર્ષ-2014થી 10 વર્ષ સુધી જવેલર્સને ત્યાંથી પત્નીના નામે ખોટા પગાર બિલ બનાવ્યા અને ખોટા બિલ બેંકમાં રજૂ કરીને લોન લીધી હતી. આરોપીની પત્ની જ્વેલર્સના શો-રૂમમાં નોકરી કરતી ન હોવા છતાં 35000 હજાર પગાર ચુકવવામાં આવતો હતો. જે અંગે આરોપીએ 10 વર્ષ સુધી કરોડો રૂપિયાની માલિક સાથે છેતરપિંડી આચરી હતી. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીને ઝડપી પાડયો છે. પોલીસે આરોપીના મિલકતો અને ધંધા અંગે તપાસ શરૂ છે.

