Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: 108 A magnificent water procession with the Holy Kumbh left in the Kalia Vasana

VIDEO:૧૦૮ પવિત્ર કુંભ સાથે કેલિયા વાસણામાં નીકળી ભવ્ય જલયાત્રા

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્રાના અનુસંધાને પવિત્ર જલયાત્રા યોજાઈ હતી. આ જલયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન સાથે ૧૦૮ ગંગાજળના પવિત્ર કુંભ લઈને જોડાયા હતા અને મંદિર પહોંચી ભગવાન જગન્નાથજી, બલરામજી તથા બહેન સુભદ્રાજીનો વિધિવત જલાભિષેક કર્યો હતો. આગામી ૧૪ જુલાઈ ૨૦૨૬ના રોજ ભગવાનનું પરંપરાગત મામેરું ભરાશે, જ્યારે ૧૬ જુલાઈએ કેલિયા વાસણા ગામેથી પાંચમી ભવ્ય રથયાત્રા નીકળશે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા જોરશોરથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

App Store