VIDEO: NEET પેપર લીક મુદ્દે ગણેશ મહોત્સવમાં અનોખી થીમ
સોર્સ : gstv
દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી વચ્ચે NEET પેપર લીક જેવા ગંભીર મુદ્દાને પણ ગણેશ મંડપમાં વાચા આપવામાં આવી છે. મંડપમાં પેપર લીકના કારણે માનસિક તણાવમાં આવી જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ખાસ તૈયાર કરાયેલા ત્રાજવાના એક પલ્લામાં પુસ્તકો અને પેપરો, જ્યારે બીજા પલ્લામાં ચલણી નોટો મૂકવામાં આવી છે. આ પ્રતિકાત્મક રજૂઆત દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના મુદ્દાને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો છે. સાથે જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા અન્યાય સામે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

