VIDEO: Ahmedabad / કાકાએ મતદારોને આપી લાલચ, પેનલના બદલે ભત્રીજાને જ સિંગલ મત આપવાની કરી અપીલ
સોર્સ : GSTV
અમદાવાદના લાંભા વિસ્તારમાં સ્થાનિક ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જ્યાં અપક્ષ બાદ હવે ભાજપના ઉમેદવાર રાહુલ ભરવાડના પરિવારનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રાહુલ ભરવાડના કાકા ચીનુભાઈ ભરવાડ મતદારોને આર્થિક લાલચ આપીને આખી પેનલના બદલે માત્ર તેમના ભત્રીજાને જ સિંગલ મત આપવા માટે અપીલ કરતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લાંભામાં એક પછી એક નાણાકીય લેવડ દેવડના વીડિયો સામે આવતા રાજકીય વિવાદ વકર્યો છે, જેમાં અગાઉ પણ રાહુલ ભરવાડ દ્વારા કંપનીઓ પાસેથી નાણાં ઉઘરાવવા બાબતની પત્રિકા વાયરલ થઈ ચૂકી છે. હાલ આ મામલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.

