VIDEO: રથયાત્રામાં કોમી એકતાનો ત્રિવેણી સંગમ: દરિયાપુરમાં શાંતિના દૂત સમાન કબૂતરો ઉડાડ્યા
સોર્સ : gstv
અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો…દરિયાપુરના લીમડા ચોક ખાતે મુસ્લિમ સમાજે મંદિરના મહંતનું શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતુ... મુસ્લિમ સમાજના અગ્રણી અને મંદિરના મહંત દ્વારા શાંતિ, ભાઈચારો અને સદ્ભાવનાના પ્રતીક સમાન સફેદ કબૂતરો ઉડાડા હતા.. આ શાંતિ દૂત ગણતા સફેદ કબૂતર પાંખો ફફડાવીને આકાશમાં વિહરવા લાગ્યા, ત્યારે સમગ્ર વાતાવરણ 'જય રણછોડ, માખણચોર' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. કોમી એકતા અને શાંતિનો સંદેશ આપતી આ ક્ષણ રથયાત્રાના સૌથી સુંદર આકર્ષણોમાંની એક બની રહી હતી.

