Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Threat to bomb prominent schools in Ahmedabad city..Bomb Squad and Dog Squad team carried out intensive checking

VIDEO: અમદાવાદ શહેરની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી..બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરની ઝાયડસ સ્કૂલ, સેટેલાઇટ સ્થિત સ્કૂલ ફોર ચિલ્ડ્રન, SGVP, સંત કબીર અને ડ્રાઇવ-ઇન રોડ પર આવેલી એશિયા સ્કૂલ સહિત પશ્ચિમ વિસ્તારની ૧૦ જેટલી જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ધમકીના સંદેશા મળતા જ પોલીસ કાફલો, ફાયર વિભાગ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક અલગ-અલગ સ્કૂલોએ પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને DEO દ્વારા તમામ સ્કૂલોને પેનિક ન ફેલાય તે રીતે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા અને વાલીઓને બોલાવીને સોંપવા સૂચના આપવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે વેજલપુરની ઝાયડસ સ્કૂલ સહિતની શાળાઓમાં વિદ્યાર્થીઓને વહેલી રજા આપી દેવામાં આવી હતી. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરવા નિર્દેશ આપ્યા છે, જ્યારે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsahmedabad