અમદાવાદમાં હોર્ન વગાડવાના મામલે થઈ બબાલ, ભાજપ-કોંગ્રેસના ટોળા ઉમટ્યા પોલીસ સ્ટેશનમાં

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં હોર્ન વગાડવા અને વાહન અથડાવા બાબતે મારામારીની ઘટના બની હતી. જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ રાજુ વાઘેલાનો પુત્ર અર્થ વાઘેલા અને કોર્પોરેટર રફીકનો પુત્ર સુફિયાન વચ્ચે મારમારી થઈ હતી. સુફિયાન અને તેનો મિત્ર ફરહાન સાથે હતા. હોર્ન વગાડવા અને વાહન અથડાવા જેવી બાબતમાં વાહનની તોડફોડ કરી.
આ પણ વાંચો : અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોના બુકેએ તોડ્યો રેકોર્ડ, મળ્યું ગિનિસ બુકમાં સ્થાન
દાણીલીમડા વિસ્તારમાં મંગલાવિકાસ રોડ પાસે આ બનાવ બન્યો હતો. જેમાં કોંગ્રેસ અને ભાજપના લોકોના ટોળા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા તેમજ પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પોલીસે દ્વારા ક્રોસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ રહી છે.

