Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : There is a lot of anger among the locals who are flooded on Nikol Sangath Char road in Ahmedabad

VIDEO: અમદાવાદના નિકોલ સંગાથ ચાર રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા સંગાથ ચાર રસ્તા પર ચોમાસા દરમિયાન નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આરસીસી રોડ બન્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી અહીં સતત પાણી ભરાવાની ગંભીર સમસ્યા રહે છે, જેના કારણે છેલ્લા 24 કલાકથી રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લોકોના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે. સ્થાનિકોમાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે માત્ર વોટ માંગવા આવતા નેતાઓ આ કાયમી સમસ્યાનો નિકાલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે અને લોકો આ ત્રાસદાયક પરિસ્થિતિથી સંપૂર્ણ કંટાળી ગયા છે.

App Store