Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Nikol, Ahmedabad, a drunk youth molested a girl, enraged people tasted methipak in public.

અમદાવાદના નિકોલમાં દારૂના નશામાં ધૂત યુવકે યુવતીની કરી છેડતી, રોષે ભરાયેલા લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદના નિકોલમાં દારૂના નશામાં ધૂત યુવકે યુવતીની કરી છેડતી, રોષે ભરાયેલા લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક
સોર્સ : gstv

અમદાવાદના નિકોલમાં એક યુવકે જાહેરમાં રોડ પર હંગામો મચાવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. દારૂના નશામાં ધૂત આ યુવક પર એક યુવતીની છેડતી કરવાનો આક્ષેપ થયો હતો. જેને પગલે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં ઉશ્કેરાયેલા લોકો યુવકને પાઠ ભણાવતા અને પકડી રાખતા જોવા મળી રહ્યા છે.

App Store

છેડતીના આક્ષેપ સાથે લોકોએ મેથીપાક ચખાડ્યો

મળતી માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલ નજીક એક યુવતી અને અન્ય કેટલાક લોકો બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે દારૂના નશામાં ચાલતા આવતા આ યુવકે તેની કારને ટક્કર મારી હતી. ત્યારબાદ યુવકે યુવતીની છેડતી કરી હોવાથી આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ આ યુવકને ઘટનાસ્થળે જ ઝડપી લીધો હતો અને જાહેરમાં તેને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસના હવાલે કરી દીધો હતો.

પોલીસે યુવકની અટકાત કરી

આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, 'વાઈરલ થયેલા વીડિયો અંગે અમે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી દીધો છે. યુવક સામે અટકાયતી પગલાં પણ લઈ લીધા છે. આ ઘટનામાં કોઈ છેડતીનો બનાવ બન્યો નથી, પરંતુ માત્ર ધક્કો વાગ્યો છે. હકીકતમાં, છોકરી અને અન્ય લોકો બાઈક પર જતા હતા અને આ સ્થાનિક યુવક, જે કદાચ પીધેલી હાલતમાં હતો, તે ચાલતો ચાલતો આવીને તેમની ગાડી સાથે અથડાયો હતો. સ્થાનિકોએ તેને માર માર્યો હોવાની બાબતે પણ અમે અરજી લીધી છે અને જરૂરી અટકાયતી પગલાં લીધેલા છે.'