VIDEO: પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ગટરમાં ગરકાવ, શું તંત્રને માણસના જીવની જરાય ચિંતા નથી!
સોર્સ : gstv
અમદાવાદના પીરાણા વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટના બની છે. પીરાણામાં ગટરનું ઢાકણું ખુલ્લુ હોવાથી એક પ્રજ્ઞાચક્ષુ દિકરી ગટરમાં ગરકાવ થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની ગંભીર બેદરકારી છતી કરતી આ ઘટનામાં દિકરીની શોધખોળ ચાલી રહી છે. શાસ્ત્રી બ્રિજથી ગણેશનગરના છાપરા તરફ જતી વખતે રિક્ષા ઊભી રહી હતી. જ્યારે માતા રિક્ષાનું ભાડું ચૂકવી રહી હતી, તે દરમિયાન બાળકીએ પાછળ બે ડગલાં ભરતાં જ તે ખુલ્લી ગટરમાં ખાબકી હતી. ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતુ. અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

