Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The POCSO court sentenced the 82-year-old accused to five years

VIDEO: POCSO કોર્ટે 82 વર્ષના આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની સ્પેશિયલ POCSO કોર્ટે પાંચ વર્ષની બાળકી સાથે યૌન શોષણના કેસમાં 82 વર્ષીય તફઝુલહુસેન અહમદભાઈ કુરેશીને દોષિત ઠેરવી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. માધવપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં નોંધાયેલા આ કેસમાં કોર્ટે POCSO એક્ટની કલમ 7 અને 8 તેમજ BNSની સંબંધિત જોગવાઈઓ હેઠળ આરોપીને પાંચ વર્ષની સખત કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. દંડ નહીં ભરાય તો વધુ ત્રણ મહિનાની કેદ ભોગવવી પડશે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પીડિત બાળકી અને સાક્ષીઓના નિવેદનો તેમજ રજૂ થયેલા પુરાવાઓને વિશ્વસનીય ગણાવી આરોપીને દોષિત જાહેર કર્યો. સાથે જ ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિત બાળકી માટે એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. ચુકાદા બાદ આરોપીનો જામીન બોન્ડ રદ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ પણ કોર્ટે કર્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News