VIDEO: ડાંગના બરમ્યાવડમાં POCSO કેસમાં સંડોવાયેલ શિક્ષકની પુનઃનિમણૂક સામે ગ્રામજનોનો આક્રોશ
ડાંગના બરમ્યાવડમાં POCSO કેસમાં સંડોવાયેલ શિક્ષકની પુનઃનિમણૂક સામે ગ્રામજનોનો આક્રોશ ફૂટ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બરમ્યાવડમાં વર્ષ 2024માં શાળામાં અભ્યાસની સાથે હોસ્ટેલમાં રહેતી માસૂમ સાથે દુષ્કર્મનો આરોપ શિક્ષક પર લાગ્યો હતો, તો બીજી તરફ આ જ શિક્ષકની ફરીથી આ જ સ્કૂલમાં પુનઃનિમણૂક કરવામાં આવી હતી.
2024માં શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મ અને POCSO હેઠળ ગુનો નોંધાયો
મળતા અહેવાલ પ્રમાણે વર્ષ 2024માં જે શિક્ષક વિરુદ્ધ હોસ્ટેલની બાળકી સાથે દુષ્કર્મ અને POCSO હેઠળ ગુનો નોંધાયો હતો, તો બીજી તરફ શિક્ષક મધુકર રામજીભાઈ રાઠોડને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા, અને તંત્ર દ્વારા ફરી આજ શાળામાં હાજર કરવાનો આદેશ સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વાલીઓના જણાવ્યા મુજબ જો આ શિક્ષક ફરી શાળામાં આવશે, તો તેમના બાળકોની સુરક્ષા અને ભવિષ્ય જોખમમાં મુકાશે તો આ શિક્ષકને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો અને વાલીઓએ કરી છે.

