Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The Mythological Dham of Birajman Swayambhu Chandinath Mahadev at Chandisar in Dholka The Centre of Faith of Devotees

VIDEO: ધોળકાના ચંડીસરમાં બિરાજમાન સ્વયંભૂ ચંડીનાથ મહાદેવનું પૌરાણિક ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ચંડીસર ગામમાં આવેલું ચંડીનાથ મહાદેવ મંદિર હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર કેન્દ્ર છે. લોકવાયકા અનુસાર, મહાભારતકાળમાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન વિરાટ નગરી એટલે કે આજના ધોળકા વિસ્તારમાં રોકાયા હતા. તે સમયે માતા કુંતી અને પાંડવોએ અહીં શિવજીની આરાધના કરી હતી અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન ભોળાનાથ સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક માન્યતા મુજબ, વર્ષો પહેલાં અહીં જમીનમાંથી વિશાળ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. મંદિર પરિસરમાં આવેલો પવિત્ર કુંડ અને શાંત વાતાવરણ ભક્તોને દિવ્ય અનુભૂતિ કરાવે છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. સમયાંતરે મંદિરનો જીર્ણોદ્ધાર થયો હોવા છતાં તેની આસ્થા આજે પણ અડીખમ છે.

App Store