Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The important event Jal Yatra, will be held on June 11

રથયાત્રા પહેલાનો મહત્વનો પ્રસંગ 'જળયાત્રા' ૧૧ જૂને યોજાશે, જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2025
લાઇવ ટીવીGoogle News
રથયાત્રા પહેલાનો મહત્વનો પ્રસંગ 'જળયાત્રા' ૧૧ જૂને યોજાશે, જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ

Ahmedabad News: આગામી ૨૭ જૂનના રોજ ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા યોજવાની છે. ત્યારે રથયાત્રા પહેલાનો મહત્વનો પ્રસંગ એવો જળયાત્રા ૧૧ જૂનના રોજ યોજવામાં આવશે. જળયાત્રાના મહત્વપૂર્ણ પ્રસંગની તૈયારીઓ મંદિરમાં જોરોશોરથી ચાલી રહી છે.

App Store

જળયાત્રાના દિવસે ગંગા પૂજન કરી સાબરમતી નદીમાંથી પાણી લાવી ભગવાનનો જલાઅભિષેક કરવામાં આવે છે. ભગવાન માટે 108 કળશમાં પાણી લાવવામાં આવે છે. ૧૦૮ કળશ, ધજા પતાકા, સુશોભિત ગજરાજ બળદગાડા સાથે જ ભજન મંડળીઓ અખાડા સહિત વાજતે ગાજતે  જળયાત્રા યોજવામાં આવશે. ભગવાન ગજવેશ એટલે કે ગણેશના સ્વરૂપમાં દર્શન આપશે.