Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The Gujarat High Court refused to grant bail to the accused woman who claimed to be pregnant

VIDEO: ગર્ભવતી હોવાનો દાવો કરતી આરોપી મહિલાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપવાનો કર્યો ઇનકાર

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ગર્ભવતી હોવાનો દાવો કરતી આરોપી શિવાની ડબગરની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી સમગ્ર સાયબર ફ્રોડ સિન્ડિકેટની મુખ્ય સૂત્રધાર છે. NCCRP  પોર્ટલ પર આ સિન્ડિકેટના ખાતાઓ સામે કુલ 795 ફરિયાદો નોંધાઈ છે અને  રૂપિયા 762.15 કરોડથી વધુના ફ્રોડનો ખુલાસો થયો છે. આરોપીના નામે 12 બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાં  3 કરોડ 29 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ફ્રોડની રકમ USDT ક્રિપ્ટોકરન્સી મારફતે પાકિસ્તાન, દુબઈ, યુગાન્ડા અને UAE સહિતના દેશોમાં મોકલાતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે નોંધ્યું કે સહ-આરોપીઓ હજુ ફરાર છે, પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા છે અને સગર્ભાવસ્થાનો કોઈ સત્તાવાર પુરાવો પણ રજૂ થયો નથી.  

App Store