VIDEO : અમદાવાદમાં ભગવાન જગન્નાથની આગામી રથયાત્રાને લઈને વહીવટી તંત્ર પૂરજોશમાં સક્રિય
સોર્સ : GSTV
અમદાવાદમાં ભગવાન જગન્નાથની આગામી રથયાત્રાને લઈને વહીવટી તંત્ર પૂરજોશમાં સક્રિય થયું છે. સુરક્ષાના ભાગરૂપે, રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક અને જર્જરીત મકાનો અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કુલ 523 મકાનો જોખમી હોવાનું જણાયું છે, જેને લઈને નોટિસ પણ પાઠવવામાં આવી છે. યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહ્યું છે.

