VIDEO: ભાદરવાની ગરમીથી લોકો બેહાલ, આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી
સોર્સ : gstv
રાજ્યમાં ભાદરવા મહિનાના આકરા તાપ અને અસહ્ય ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ સુધી વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેવાની શક્યતા છે. હાલમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમી અને બફારામાં વધારો થયો છે. રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડીગ્રી સેલ્સિયસ ઊંચું નોંધાયું છે અને પારા ૩૭ ડીગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચાલુ સપ્તાહ દરમિયાન વરસાદની કોઈ આશા ન હોવાથી અસહ્ય તાપ અને ગરમીથી લોકોને રાહત મળવાના હાલ કોઈ એંધાણ દેખાતા નથી.

