Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : terror funding: CID Crime busts network providing funding to 'Hamas' and 'Houthi'

VIDEO/ ટેરર ફંડિંગનું અમદાવાદ-મુંબઈ કનેક્શન: CID ક્રાઇમે ઝડપ્યું 'હમાસ' અને 'હુથી'ને ફંડિંગ પૂરું પાડતું નેટવર્ક

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાત સીઆઈડી ક્રાઈમની તપાસમાં આંતર રાષ્ટ્રીય આતંકી ફંડિંગના અત્યાર સુધીના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સીઆઈડી ક્રાઈમની ટેકનિકલ ટીમે ક્રીપ્ટો વોલેટ અને ડાર્કવેબના માધ્યમથી થતા રૂપિયા ૨૨૬ કરોડ ૫૪ લાખના શંકાસ્પદ વ્યવહારો ઝડપી પાડ્યા છે, જેના તાર સીધા ખૂંખાર આતંકી સંગઠન 'હમાસ' સાથે જોડાયેલા છે. દેશવિરોધી કાવતરાના આ અમદાવાદ અને મુંબઈ કનેક્શનમાં કુલ ૨૦ લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં લંડનની જેલમાં બંધ નાર્કોટીક્સ ગેંગના ભાગીદાર મોહસીન સદીક મોલાની અને પૂર્વ કાઉન્સીલરના પુત્ર ફૈઝઅહમદ ચિસ્તી સહિત અમદાવાદના કોટ વિસ્તારના ૫ અને મુંબઈના ઝીશાન મોતીવાલા સહિત મુખ્ય ૬ આરોપીઓ સામેલ છે. ક્રીપ્ટો કરન્સીના ઓઠા હેઠળ આચરાતા આ આતંકી ફંડિંગના કરોડોના વ્યવહારો જોઈને ખુદ તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

App Store

સીઆઈડી ક્રાઈમની તપાસમાં આરોપીઓ પાસેથી નકારી ન શકાય તેવા મજબૂત ડિજિટલ ફૂટપ્રિન્ટ હાથ લાગ્યા છે. આરોપીઓ નાણાંકીય વ્યવહારો છુપાવવા માટે મોનેરો અને બાયનાન્સ   જેવા વોલેટનો ઉપયોગ કરતા હતા. આ સિવાય ડાર્કવેબ માર્કેટ 'એબેકસ માર્કેટ' અને ગેરકાયદેસર ડ્રગ્સ વેચતી વેબસાઇટ   પર પણ કરોડોના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આ નેટવર્કના તાર માત્ર હમાસ જ નહીં, પરંતુ હુથી, ગેરંટેક્સ   અને ઇલાન શોર જેવા પ્રતિબંધિત આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે પણ જોડાયેલા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પકડાયેલા આરોપીઓના બાયનાન્સ એકાઉન્ટ વિરુદ્ધ એનસીસીઆરપી પોર્ટલ પર પહેલેથી જ ૯૩૫ જેટલી સાયબર ફરિયાદો નોંધાઈ ચૂકી છે.