VIDEO : અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, રાજ્યમાં હીટવેવ વચ્ચે રાહતના સમાચાર
સોર્સ : gstv
અમદાવાદ સહિત રાજ્યમા કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ત્રણ દિવસ માટે ગરમીમાં આંશિક ઘટાડાની આગાહી કરી છે. અમદાવાદમાં પણ તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની દિશા પશ્ચિમી તરફની હોવાને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં અંદાજે ૨ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૪૦થી ૪૩ ડિગ્રીની વચ્ચે રહેશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પારો ૩૫ થી ૩૯ ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. નોંધનીય છે કે, હાલ રાજકોટમાં સૌથી વધુ ૪૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

