VIDEO: ધંધુકા-ધોલેરા રોડ પર ટાટા કંપનીના ઈજનેરોની કાર પલટી: ૫ ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV
અમદાવાદના ધંધુકા-ધોલેરા હાઇવે પર રોજકા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ધોલેરા TATA કંપનીના કર્મચારીઓને લઈ જઈ રહેલી સુમો કાર અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ ઇજનેરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રસ્તા પર થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

