VIDEO: વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂક મામલે NSUIના પ્રતીકાત્મક ધરણાસૂત્રોચ્ચાર, પોલીસે કાર્યકરોની કરી અટકાયત
સોર્સ : gstv
અમદાવાદની નિરમા યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સાથે કથિત ગેરવર્તણૂકના મામલે NSUI દ્વારા પ્રોફેસર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના કાર્યકરોએ કેમ્પસ બહાર સૂત્રોચ્ચાર કરીને પ્રોફેસર જાહેરમાં માફી માંગે તેવી માંગ ઉઠાવી હતી. આ દરમિયાન એક કાર્યકરે માથે કપડું બાંધી પ્રતીકાત્મક વિરોધ દર્શાવ્યો હતો. પરિસ્થિતિ વણસતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલા કેટલાક NSUI કાર્યકરોની અટકાયત કરી હતી. NSUIએ વિદ્યાર્થીના સન્માન અને સુરક્ષા માટે લડત ચાલુ રાખવાની ચેતવણી આપી છે, જ્યારે આ સમગ્ર મામલે હવે યુનિવર્સિટી તંત્રના સત્તાવાર પ્રતિસાદની રાહ જોવાઈ રહી છે.

