VIDEO: IIT બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ મામલે નવો ખુલાસો: માનસિક તણાવ અને કાઉન્સેલિંગને લઈને પરિવારનો ઈન્કાર
સોર્સ : gstv
IIT બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના દુઃખદ મૃત્યુના થોડા દિવસો બાદ કેમ્પસમાંથી એક નવો દાવો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતાએ દાવો કર્યો છે કે સાહિલ સંસ્થાના સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટરમાં ઘણા મહિનાઓથી કાઉન્સેલિંગ લઈ રહ્યો હતો અને તેના માતા-પિતા પણ તેના ગંભીર માનસિક તણાવથી વાકેફ હતા….જોકે, સાહિલના કાકા અંકુશ વાકોડેએ આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. તેમણે જણાવ્યું કે સાહિલને માનસિક સ્વાસ્થ્યને લગતી કોઈ જ સમસ્યા નહોતી અને તે કોઈ કાઉન્સેલિંગ લઈ રહ્યો ન હતો. તેના માતા-પિતા જ તેના સાચા કાઉન્સેલર હતા અને તે દરેક વાત તેમની સાથે ખુલીને શેર કરતો હતો.

