VIDEO: અમદાવાદમાં દિવંગત સ્વરકાર ગૌરાંગ વ્યાસની સ્મૃતિમાં સ્વર સંધ્યા કાર્યક્રમ યોજાયો
સોર્સ : gstv
અમદાવાદમાં ગુજરાતી કાવ્યસંગીત અને ફિલ્મસંગીતના પ્રખ્યાત સ્વરકાર સ્વર્ગસ્થ ગૌરાંગ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સ્વર સંધ્યા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.... અવસાનની ધૂપ, સાંજિયારો શીર્ષક હેઠળ યોજાયેલી આ સંગીતમય સ્મરણયાત્રામાં તેમના ચિરંજીવ સ્વરાંકનો, બેજોડ બંદિશો અને રસાળ ધૂનો દ્વારા તેમને યાદ કરવામાં આવ્યા હતા. આ વિશેષ પ્રસંગે પદ્મશ્રી તુષાર શુક્લા અને ભાગ્યેશ ઝા સહિતના અગ્રણી સાહિત્યકારો અને કલાકારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગૌરાંગ વ્યાસ સાથે કામ કરી ચૂકેલા સાથીદારોએ તેમના ગીતો અને કાવ્યોને સંગીત સ્વરૂપે રજૂ કરવાની તેમની અદ્ભુત કુશળતાને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

