VIDEO: રોગચાળો અટકાવવા બાંધકામ સાઈટ પર પાણી ભરાવા સામે કડક કાર્યવાહી
સોર્સ : gstv
અમદાવાદમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા AMC આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. AMCની સૂચના છતાં સાઇટ પર પાણીનો ભરાવો જોવા મળતા સાત ઝોનની 16 કન્સ્ટ્રક્શન સાઇટ સીલ કરવામાં આવી છે અને 10.11 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે. એક હજારથી વધુ સાઇટની તપાસમાં 211 સ્થળોએ મચ્છરના બ્રિડિંગ મળ્યા હતા, જ્યારે 349 સાઇટને નોટિસ આપવામાં આવી છે અને 1 હજાર 800 જેટલા ઓઇલ બોલનો ઉપયોગ કરાયો છે. જુલાઈ મહિનામાં અમદાવાદમાં ડેન્ગ્યુના 60, મેલેરિયાના 38, ઝાડા-ઉલ્ટીના 422 અને ટાઇફોઇડના 267 કેસ નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે. AMCએ તમામ કન્સ્ટ્રક્શન સાઇટ સંચાલકોને પાણી ભરાય ત્યાં ઓઇલ નાખી મચ્છરના બ્રિડ અટકાવવા અને નિયમોનું પાલન કરવા સૂચના આપી છે.

