VIDEO: સાયબલ અને ધ્રુના વચ્ચે વ્યૂહાત્મક સાયબર ડિફેન્સ ભાગીદારી
સોર્સ : gstv
અમદાવાદમાં વૈશ્વિક સાયબર સિક્યોરિટી કંપની સાયબલ અને અમદાવાદ સ્થિત ધ્રુના સાયબર સોલ્યુશન વચ્ચે વ્યૂહાત્મક સાયબર ડિફેન્સ ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. આ ભાગીદારીનો હેતુ HNI, સેલિબ્રિટીઝ, રાજકીય નેતાઓ અને જાહેર હસ્તીઓને ડિજિટલ જોખમોથી સુરક્ષિત કરવાનો છે. ભાગીદારી હેઠળ સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ, ડાર્ક વેબ મોનિટરિંગ, ડિજિટલ રિસ્ક પ્રોટેક્શન, ડિજિટલ ફોરેન્સિક્સ અને ઇન્સિડન્ટ રિસ્પોન્સ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. અમદાવાદમાં ધ્રુનાના 24x7 સાયબર સિક્યોરિટી કમાન્ડ સેન્ટર દ્વારા આ કામગીરીનું સંચાલન થશે. સાયબલની વૈશ્વિક ઇન્ટેલિજન્સ ક્ષમતાઓ સાથે ધ્રુનાના ભારતીય સિક્યોરિટી એનાલિસ્ટ્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ નિષ્ણાતોની ક્ષમતાઓને જોડવામાં આવશે.

