VIDEO: ગુજરાત યુસીસી બિલ ૨૦૨૬ને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તાનું નિવેદન
સોર્સ : gstv
રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડબિલ ૨૦૨૬ને મંજૂરી મળતાં જ આ બિલ હવે રાજ્યમાં કાયદાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને તેનું ગેઝેટ પણ બહાર પડી ગયું છે. આ અંગે પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે આ નિર્ણયને ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી કદમ ગણાવ્યો હતો.તેમણે જણાવ્યું કે આ ઐતિહાસિક કાયદાથી લગ્ન, છૂટાછેડા, લિવ-ઇન રિલેશનશિપ અને વારસાઈ સંબંધિત જટિલ પ્રશ્નોનું કાયમી સમાધાન આવશે. આનાથી અદાલતો પરનું ભારણ ઘટશે,

