Ahmedabad: ઠંડીમાં સ્વેટર મુદ્દે સેન્ટ માર્ક સ્કૂલની મનમાની, DEOએ શાળાને ફટકારી નોટિસ
સોર્સ : GSTV
અમદાવાદમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે શાળા સંચાલકોની મનમાની અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલી સેન્ટ માર્ક સ્કૂલ દ્વારા સ્વેટર બાબતે વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવ્યું છે. DEO કચેરી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર આ શાળાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં સ્વેટર અને યુનિફોર્મ બાબતે 9 જેટલી શાળાઓ વિરુદ્ધ ફરિયાદો સામે આવી છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ શાળા ચોક્કસ સ્વેટર ખરીદવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ કરી શકશે નહીં.

