Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : SS Retail's IPO to open from September 16, golden opportunity for investors

VIDEO: એસએસ રિટેલનો આઈપીઓ ૧૬ સપ્ટેમ્બરથી ખુલશે, રોકાણકારો માટે સોનેરી તક

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની જાણીતી મલ્ટી-બ્રાન્ડ રિટેલ ચેઇન એસએસ રિટેલનો આઈપીઓ આગામી ૧૬ સપ્ટેમ્બરથી રોકાણકારો માટે ખુલી રહ્યો છે. આ પબ્લિક ઇશ્યુ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ૪૦૩ થી ૪૨૪ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેમાં રોકાણકારો ઓછામાં ઓછા ૩૫ શેરના એક લોટ માટે અરજી કરી શકશે. મહત્તમ પ્રાઇસ અનુસાર એક લોટ માટે ૧૪,૮૪૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ આઈપીઓ દ્વારા કંપની કુલ ૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે, જેમાંથી ૩૬૦ કરોડ રૂપિયા નવા શેર દ્વારા અને ૧૪૦ કરોડ રૂપિયા ઓફર ફોર સેલ હેઠળ વેચાશે. ગુજરાતના રોકાણકારો તરફથી આ આઈપીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી છે.

App Store