Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Special drive to make Ahmedabad Beggar Free before Commonwealth Games, Rescue of 146 people including 74 children

VIDEO: કોમનવેલ્થ ગેમ્સ અગાઉ અમદાવાદને બેગર ફ્રી બનાવવા વિશેષ અભિયાન, ૭૪ બાળકો સહિત ૧૪૬ લોકોનું રેસ્ક્યુ

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં ભીખ માંગવાના દૂષણને ડામવા માટે મહિલા સેલ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને એએમસી દ્વારા સંયુક્ત રીતે એક દિવસીય મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આગામી સમયની મોટી ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને શહેરને બેગર ફ્રી બનાવવાના ઉદ્દેશ્યથી આ અભિયાન શરૂ કરાયું છે. આ સઘન કાર્યવાહી દરમિયાન ટ્રાફિક સિગ્નલ અને હોટસ્પોટ વિસ્તારોમાંથી કુલ ૧૪૬ લોકોને બચાવવામાં આવ્યા છે, જેમાં ૭૪ બાળકો અને ૭૨ પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે. ઘાટલોડિયા, સિંધુભવન રોડ અને એસજી હાઇવે જેવા વિસ્તારોમાં બાળકો પાસે વસ્તુ વેચવાની આડમાં ભિક્ષાવૃત્તિ કરાવતા કિસ્સાઓ સામે આવ્યા છે. પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં ૨૨ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને રેસ્ક્યુ કરાયેલા લોકોને શિક્ષણ તથા પુનર્વસન તરફ લઈ જવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.

App Store