VIDEO: અમદાવાદમાં ગરમીની આગાહીને પગલે મતદાન મથકો પર કરાશે વિશેષ વ્યવસ્થા
સોર્સ : GSTV
અમદાવાદમાં મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 4400થી વધુ મતદાન મથકો પર વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. મતદારોને ગરમીથી બચાવવા માટે દરેક પોલિંગ મથક બહાર મંડપ બાંધવામાં આવશે, તેમજ પીવાનું શુદ્ધ પાણી, ORS અને કોઈપણ ઇમરજન્સી માટે તાત્કાલિક મેડિકલ સારવારની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

