Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : SOG police arrest 2 with drugs worth Rs 49 lakh

Ahmedabadમાં 49 લાખની કિંમતના ડ્રગ્સ સાથે SOG પોલીસે કરી 2ની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabadમાં 49 લાખની કિંમતના ડ્રગ્સ સાથે SOG પોલીસે કરી 2ની ધરપકડ
સોર્સ : GSTV

Ahmedabad News: મધ્યપ્રદેશથી સપ્લાય થતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ એસોજીએ 49 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ડ્રગ્સના આ નેટવર્કમાં નવા ખેલાડીઓ મેદાને આવ્યા છે. એટલે કે જે યુવકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોય અથવા ડ્રગ્સનો ક્યારે સેવન પણ ન કર્યું હોય તેવા યુવકોનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. જો કે આ ડ્રગ્સ સિન્ડિકેટના સપ્લાયરો અન્ય રાજ્યમાં બેસી ગુજરાતમાં નેટવર્ક ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.

App Store

અમદાવાદ એસઓજી પોલીસે આરોપી પિયુષ પટેલ અને સચિનસિંહની ધરપકડ 49 લાખના ડ્રગ્સ સાથે કરવામાં આવી છે. એસઓજીને બાતમી મળી હતી કે નિકોલના રહેવાસી અને મૂળ મોડાસાના બંને યુવકો ડ્રગ્સનો જથ્થો વેચાણ માટે લઈને ફરી રહ્યા છે. તેવામાં નિકોલના ભક્તિ સર્કલ નજીકથી તેમની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા બંને આરોપી બે દિવસથી આ જથ્થો લઈ અમદાવાદમાં વેચાણ માટે ફરી રહ્યા હતા. તેવામાં પોલીસે બાતમીના આધારે તેમની ધરપકડ કરી છે. પરંતુ પોલીસ એ વાત જાણીને ચોંકી ગઈ કે ઝડપાયેલા બંને આરોપીઓમાંથી એક પણનો ગુનાહિત ઇતિહાસ અથવા ડ્રગ્સ નેટવર્ક સાથે કોઈ કનેક્શન નથી.

ઝડપાયેલ આરોપી પિયુષ પટેલ અને સચિન પુવારની ધરપકડ કરી ડ્રગ્સ અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે અન્ય એક આરોપી જયેશ પટેલ ના કહેવાથી અલ્પેશ પટેલે આ જથ્થો મધ્યપ્રદેશથી મોકલાવ્યો હતો. મોડાસાના રહેવાસી પિયુષ પટેલ અને સચિનસિંહ પુવાર બંને અવારનવાર રાજસ્થાન જતા હોવાથી જયેશનો સંપર્ક થયો હતો. ઝડપથી રૂપિયા કમાવવા તથા પિયુષના પિતાની સારવાર માટે રૂપિયાની જરૂર હોવાથી આ ડ્રગ્સનો જથ્થો મંગાવી વેચાણ કરી બે લાખ રૂપિયાનો નફો મેળવવાની તેમની તૈયારી હતી.

સૌથી ચોકાવનારી વાત એ હતી કે, ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના ડ્રગ્સ સપ્લાયરો નિકોલ પોલીસ મથકથી માત્ર 500 મીટર દૂર સુધી ડીલેવરી આપવા આવ્યા હતા. ડ્રગ્સના ધંધામાં નવા ખેલાડીઓની એન્ટ્રી માટે ડ્રગ્સ સપ્લાયરોની પણ એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ડ્રગ્સનો જથ્થો વેચાણ થયા બાદ પોતાનું કમિશન મેળવી સપ્લાયરને રૂપિયા પહોંચાડવાના હોય છે. એટલે કે એક પણ રૂપિયો રોક્યા વિના ડ્રગ્સનું મોટુ કમિશન મેળવવાની લાલચે યુવકો આ સિન્ડિકેટ સાથે જોડાઈ રહ્યા છે. જેથી પોલીસ ઝડપથી આવા આરોપીઓને પકડી કે રોકી શકતી નથી.