VIDEO: પ્રામા હેલ્થકેરમાંથી ઝડપાયો સિપરનો મોટો ખેલ
સોર્સ : gstv
અમદાવાદમાં એસઓજી ક્રાઈમે ગેરકાયદે કફ સીરપના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રિલીફ રોડ જીપીઓ પાસેથી આ રેકેટ ઝડપાયું છે. અમદાવાદમાં પ્રથમ વાર ગેરકાયદે કફ સીરપનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોસ્ટ મારફતે મિઝોરમ, ત્રિપુરા અને આસામ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં મોકલાતો આ જથ્થો પકડાયો છે. એસઓજીએ ૬૦ લાખથી વધુની કિંમતની ૫ હજાર ૫૦ બોટલો કબજે કરી છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કાળા કારોબારના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે તપાસને વેગ આપવામાં આવ્યો છે. આ કેસમાં પ્રામો હેલ્થકેરના માલિક હિરેન પટેલ અને પાશ્વ વોરા હોવાનું સામે આવ્યું છે.

